Friday, 1 July 2011

ઓઢું તો ઓઢું ચુંનરીયા રંગ શ્યામની

ફિલ્મ - ઘુંઘટ
સ્વર - વાણી જયરામ




ઓઢું તો ઓઢું ચુંનરીયા રંગ શ્યામની
બીજી રે ચુનરીયા મારે નહીં કામની

કાળો મારો કાન્હો, હું રાધા એની ગોરી,
એના રંગે તનમન લીધા મેં તો ચોરી,
ઘટઘટ લગની લાગી, શ્યામ શ્યામ નામની.

પગ ઘુંઘરું બાંધી નાચું, છન છન, છન છન છનનન છન
હું તારી રાધા ને તું મારો મોહન
છનનન છન છનનન છનછન છન છનનન છન
છન છન, છન છન

કામણગારી મૂરત તારી, તારી મૂરત પર તો હું તો વારી,
હવે હાથ ના રહે મારું મન
છન છન છન નાચું છન છન

No comments:

Post a Comment