Sunday, 17 July 2011

શ્યામ ઝૂલે હિંડોળા મધુવનમાં

આજથી હીંડોળા ઉત્સવનો પ્રારંભ થયો. હવે એક માસ સુધી બાલમુકુંદ ફૂલોના, ચૉકલેટના, રાખડીના એમ વિવિધ હિંડોળે ઝુલશે. સાચે જ કાનુડાનાં નખરાનો પાર નથી !!!

સ્વર - મન્ના ડે


શ્યામ ઝૂલે હિંડોળા મધુવનમાં,
મધુવનમાં, કુંજન વનમાં

ગોપ ને ગોપી સહુ ઝૂલણ ઝુલાવે
સુંદર વરની સૂરત મન ભાવે
ધૂન જાગી મન મધુસુદનની
ઘટઘટ ને તનમનમાં.

રાધેશ્યામ રાધેશ્યામ રણછોડ હરિ હરિ
રણછોડ હરિ હરિ, રણછોડ હરિ હરિ.

No comments:

Post a Comment