Saturday, 6 August 2011

વારે વારે જાવ વ્હાલાજી - પ્રેમાનંદ સ્વામી

કવિ - પ્રેમાનંદ સ્વામી
સ્વર, સંગીત - ????




વારે વારે જાવ વ્હાલાજી,તારે વારણે

આદિપુરૂષ ઇશ્વર અવતારી,
કરૂણા રસમય મૂર્તિધારી,
પતિત પાવન પ્રગટ્યા આજ
અમ કારણે.

નરનારી અગણીત અથડાતા,
ભવસાગરમાં ડૂબકા ખાતા
બળવંત  બાંય ગ્રહીને કાઢ્યાં
બારણે.

અધમોધારણ ધામના ધામી
બિરુદ તમારું સદાય સ્વામી
બિરુદ સત્ય કરી મા બહુજન
તારણે.

મળ્યાં પુરૂષોત્તમ એમ જાણી,
અચળ આશરો ઉરમાં આણી,
પ્રેમાનંદ ઠરીને બેઠો વારણે




No comments:

Post a Comment