Friday, 8 June 2012

હસ્તાક્ષર - શ્યામલ મુન્શી

કવિ - શ્યામલ મુન્શી
સ્વર - જગજિતસિંહ
સંગીત - શ્યામલ - સૌમિલ





અંતરના પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર,
સૂર-શબ્દના થાય હ્રુદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.


વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર;
ફૂલ-ફૂલની ઓળખ લઈને ખુશ્બૂ વહેતી ઘર-ઘર;
સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર;
સૂર શબ્દના થાય હ્રુદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.


એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે;
એક જ પીંછી રંગ ભરે ને દૅશ્ય સજીવન લાગે;
કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર;
સૂર શબ્દના થાય હ્રુદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.


(શબ્દ - ઓરકુટ)

No comments:

Post a Comment