Saturday, 23 June 2012

વરસો રે વર્ષાની ધાર - અવિનાશ વ્યાસ

અષાઢ  મહિનો આવી ચુક્યો છે. વર્ષાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. મેઘરાજા છાનાછપના છોડીને મન મુકીને વરસે તેવી પ્રાર્થના સાથે માણીયે આ મલ્હાર ગીત.

ફિલ્મ - કુંવરબાઇનું મામેરું
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - મન્ના ડે



વરસો રે વર્ષાની ધાર, વરસો રે વર્ષાની ધાર,
કરો ન વાર, ગાવું મલ્હાર.

લોકો તરસ્યાં હાંફી, હે ઘટઘટના વાસી,
હે રણ વિશ્વની વાટ મહી તું મારો આધાર,

ઉમડઘુમડ ઘન વરસો, રીમઝ્મ વદળ ગરજો,
ધીનક ધીનક ધિન મૃંદગ બાજે, આજ અવની ઘાટ.

No comments:

Post a Comment