Sunday, 8 July 2012

ઘડવૈયા મારે ઠાકોરજી - કવિ દાદ

ફિલ્મ - ગોરા કુંભાર
કવિ - દાદ
સ્વર - પ્રાણલાલ વ્યાસ
સંગીત - ????




ટોચમાં ટાંકણું લઇ ભાઇ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,
ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળીયા થઇને પૂજાવું

હોમ હવન કે જગન જાપથી મારે નથી રે ધરાવું
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એવા કુમળાં હાથે ખેડાવું.

પીળાં પિતાંબર જરકસી જામા એવા, વાધામાં નથી વીંટાળાવું,
કાઢ્યા'તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદુરે ચોપડાઇ જાવું.

ગોમતી ઓલ્યાં કે જમનાજીના આરે , નીર ગંગામાં નથી ન્હાવું,
નમતી સાંજે કોઇ વિજોગણીના ટીપાં આંસુડાએ ન્હાવું.

બીડ્યાં મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું,
શૂરા શહીદોની સંગાથમાં મારે  ખાંભીયું થઇને ખોડાવું.



No comments:

Post a Comment