Thursday, 12 July 2012

આંખોથી પ્રેમ ઉભરે - ગઝલ

સ્વર, સંગીત - મનહર ઉધાસ




આંખોથી પ્રેમ ઉભરે, ઝરણાં નયનથી ફૂટે,
આવી જા રૂપ જેથી જીવનમાં રસ ન ખૂટે.

મારું રૂદન નીહાળી પીગળી ગયો છે પર્વત,
નહીતર એ સંગે દિલમાં, ઝરણાં કદી શું ફૂટે.

એના જ દ્વારે માથું મૂકીને મર્યો છું હું,
આવીને મુજ કબર માથુ ભલે એ મૂકે.

મારે છે ડંખ ઝુલ્ફો એવી તીખી વદન પર,
જાણે કે મોરલી પર વિફરીને તાન ચૂકે.

ખુબ જ દયાજનક છે અંતિમ અવસ્થા એની,
આવી ચડે ઉષા તો રજનીના પ્રાણ છૂટે.

No comments:

Post a Comment