Thursday, 26 July 2012

ઓ સિતમગર - મરીઝ

કવિ - મરીઝ
સ્વર, સંગીત - જગજિતસિંગ



ઓ સિતમગર, દાદ તો દે મારી આ તદબીરને,
લાજ રાખી લઊં છું તારી દોશ દઇ તકદીરને.

રૂબરૂમાં એની સામે એમ જોવાયુ નહી,
જેવી રીતે જોઊં છું હું એમની તસવીરને.

વિંધનારાઓ બરાબર જાય છે મંજીલ ઉપર,
પંથ બદલે એ નથી આદત ગતીમય તીરને.

એની અંદર શું હશે મારી બલા જાણે 'મરીઝ',
બહાર તો પથ્થર મળ્યા મસ્જિદ અને મંદિરને.

(શબ્દો - અત્રેથી)

No comments:

Post a Comment