Saturday, 28 July 2012

સુણ સાહેલી - ભજન

ભજન





સુણ સાહેલી, સુણ સાહેલી,
મહામંત્ર છે શ્રીકૃષ્ણ શરણમ નમઃ
રટ ભાવેથી, શ્વાસે શ્વાસે શ્રીકૃષ્ણ શરણમ નમઃ

મહાપ્રભુજીએ મંત્ર જ આપ્યો છે,
એ સરળસિદ્ધ કરનારો છે,
સૌ એમા સાર સમાયો છે,
સુણ સાહેલી,
મહામંત્ર છે શ્રીકૃષ્ણ શરણમ નમઃ

શીતળ ભાગ્ય અપાવે છે,
એ લક્ષ્મીવાન બનાવે છે,
વૈકુંઠપતિ પ્રિય બનાવે છે.
સુણ સાહેલી,
મહામંત્ર છે શ્રીકૃષ્ણ શરણમ નમઃ
 એ સકળ પાપને શોષે છે,
ત્યાંહા ત્રિવિધ તાપ શમાવે છે
ભવભવના બંધન કાપે છે,
સુણ સાહેલી,
મહામંત્ર છે શ્રીકૃષ્ણ શરણમ નમઃ

પ્રતિ થાય જગત જીવ બ્રહ્મતણું,
વળી થાય જ્ઞાન હરિસંબંધનું,
વળી ફલ દે છે ભક્તિતણું,
સુણ સાહેલી,
મહામંત્ર છે શ્રીકૃષ્ણ શરણમ નમઃ

મહાગુરુમાં ભાવ ચડાવે છે,
વળી હીરો ગુરૂ બનાવે છે,
મા સમુક્ત મુક્તિ અપાવે છે,
સુણ સાહેલી,
મહામંત્ર છે શ્રીકૃષ્ણ શરણમ નમઃ

આ મંત્ર અમૂલ્ય એવો જ છે,
શુભ ઇચ્છીત ફળ દેનારો છે,
વળી દાસ પ્રભુને પ્યારો છે,
સુણ સાહેલી,
મહામંત્ર છે શ્રીકૃષ્ણ શરણમ નમઃ

No comments:

Post a Comment