Saturday, 18 August 2012

કવિતા - જયંત પાઠક

કવિ - જયંત પાઠક


સાત ખોટનાં છોરું મારી કવિતા;
કામનાની કાળી રાતનો સવિતા;
ધરાથી થોડો અદ્ધર રહેવાનો ઝૂલો,
વેદનાની વેલના રૂપાળાં ફૂલો.

કવિતાઃ
શિશુના શરીરની સુવાસ,
દૂધિયા દાંતનું હાસ;
મોડી રાત સુધી ચાલતી દાદાની વાત;
શમણામાં પરીની મુલાકાત.
સાત સાત સમુંદર  ઓળંગીને આવતી
નાવડી મારી કવિતા;
માના હાથે ઘડ્યા રોટલાને તાવતી
તાવડી મારી કવિતા.

કવિતાઃ
વ્હાલપની વાડ પર સૂકવેલું,
કુમારિકાનું ભીનું ભીનું ગવન;
ઘરની તાપણીને વળેલી રાખને ઉડાડતો
વગડાઉ પવન.

No comments:

Post a Comment