Wednesday, 8 August 2012

શ્રાવણની એ સાંજ હતી - અવિનાશ વ્યાસ

કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - સાધના સરગમ
સંગીત - ગૌરાંગ વ્યાસ




શ્રાવણની એ સાંજ હતી,
સરક્યાં સાળુડે સંતાયા, લોચનમાં થોડી લાજ હતી.

આંખ કટોરી, રંગ આંસુનો, પાંપણ કેરી પીંછી,
એ રંગે રંગાઇ સંધ્યા, અંતરનો અંદાજ હતી.

શ્યામલ નભ ઘનશ્યામ થઇને છેડે મુરલી શ્યામની,
ઘન ગગનમાં ગોરંભાઈ ગલી ગોકુળ વૃન્દાવનની,
નીતરતી વર્ષા ઘેલી કો’ ગોપીનો અવાજ હતી.

વાદળ કેરા ઘૂંઘટપટમાં, મેઘધનુષની રંગ રમતમાં,
અર્ધ ખૂલેલાં તારલિયાની આંખ્યું તીરંદાજ હતી.

(શબ્દો - વેબમહેફિલ)

No comments:

Post a Comment