Thursday, 18 October 2012

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે - ગરબા

ગરબા



રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
પાય વાગે છે ઘુઘરીઓના ગમતાં રે,
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે

ગરબો જોવા ને ઈન્દ્રદેવ આવિયા રે
સાથે રાણી ઈન્દ્રાણી ને લાવિયાં રે

ગરબો જોવા ને બ્રહ્માજી પધાર્યા રે લોલ
સાથે રાણી બ્રહ્માણી ને લાવિયા રે.

ગરબો જોવાને વિષ્ણુદેવ આવિયા રે
સાથે રાણી લક્ષ્મીજીને લાવિયા રે

ગરબો જેવા ને શિવાજી પધારિયા રે લોલ
સાથે રાણી ઊમાજીને લાવિયા રે.










ગરબો જેવા ને ગણપતિ આવિયા રે (૨)


સાથે રીઘ્ઘિ સિઘ્ઘિ ને લાવિયા રે (૨)

હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે

No comments:

Post a Comment