Wednesday, 14 November 2012

ૐ જય કાના કાળા - સંત પુનિત

સહુને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. આવનારું વર્ષ આપને માટે સિદ્ધિ, વૃદ્ધિ અને શાંતિ લાવનારું બને. દેશ અને સમાજનો વિકાસ થાય. સહુને તેમની લાયકાતનું મળે અને જેને જે મળે તે માણવા લાયકાત મળે એવી હરિને પ્રાર્થના.



જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા
મોહન મોરલીવાળા [2] ગોપીના પ્યારા
- ૐ જય કાના કાળા

કામણગારા કાના, કામણ બાહુ કીધાં – પ્રભુ [2]
માખણ ચોરી મોહન [2] ચિત્ત ચોરી લીધા
- ૐ જય કાના કાળા

નંદ યશોદા ઘેર, વૈંકુંઠ ઉતારી –પ્રભુ [2]
કાલીય મર્દન કીધાં [2] ગાયોને ચારી
- ૐ જય કાના કાળા

ગુણ તણો તુજ પાર, કેમે નહીં આવે – પ્રભુ [2]
નેતિ વેદ પુકારે [2] પુનિત શું ગાવે ?
- ૐ જય કાના કાળા

(શબ્દો -  મેઘધનુષ્ય)

No comments:

Post a Comment