Saturday, 15 December 2012

હૈયે રાખી હામ, મારે ચીતરાવું છે નામ - લોકગીત

એક સરસ મજાનું લોકગીત આપની સમક્ષ રજૂ કરું છું.  ગામના મેળાનું વાતાવરણ ઉભું કરી દેતું આ ગીત અત્યંત સુંદર છે.

સ્વર - ???



હૈયે રાખી હામ, મારે ચીતરાવું છે નામ,
મેળે નહીં જઇએ.
પાઘડ્યું પરિયામ ત્યાં તો ઉમટ્યાં ગામના ગામ,
મેળે નહીં જઇએ.

ગામના મણિયારા રૂડી ચૂડીયું લઇ બેઠાં' જો,
ચૂડીનું શું કામ, મારે ચીતરાવું છે નામ,
મેળે નહીં જઇએ.

મંદિરના પછવાડે પેલો સૂંડલાવાળો બેઠો' તો
આવી લેજો દામ, મારે ચીતરાવું છે નામ,
મેળે નહીં જઇએ.

No comments:

Post a Comment