Tuesday, 15 January 2013

શ્વાસોમાં તું - અંકિત ત્રિવેદી

કવિ - અંકિત ત્રિવેદી
સ્વર - પાર્થિવ ગોહિલ
સંગીત - ગૌરાંગ વ્યાસ





શ્વાસોમાં તું, આંખોમાં તુ,
સપનાના અવસરમાં તું જ એક તું.
હૈયામાં તું, હોવામાં તું,
આખાયે જીવતરમાં તુ જ એક તું.

ફૂલો પર સોનેરી ઝાકળ લખે,
નીચું ઝૂકીને આભ વાદળ લખે,
તને કુદરત પણ સામેથી કાગળ લખે,
દર્પણમાં તું, સગપણમાં તું,
ફળીયામાં, ઉંબરમાં, તુજ એક તું.

મારામાં ઉછરેલી પ્રેમની પૂનમ તું,
ઇશારા સાચવીને રાખે મોઘમ તું,
આસપાસ ઉગેલી ગમતી મોસમ તું,
શબ્દોમાં તું, અર્થોમાં તું,
લાગણીનાં અક્ષરમાં તું જ એક તું.


No comments:

Post a Comment