Friday, 25 January 2013

પરથમ શ્રીગણેશ બેસાડો - લગ્નગીત

લગ્નગીત



પરથમ  શ્રીગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા.
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા.

વરરાજાની જાને હાથીડાં શણગારો,
હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા.

વરરાજાની જાને રૂડાં ઘોડલા શણગારો,
ઘોડલીયે પીત્તળીયા પલાણ રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા.

વરરાજાની જાને રૂડાં જાનૈયા શણગારો,
જાનડીયું લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા.

No comments:

Post a Comment