Sunday, 27 January 2013

પછી પગલામાં ચીતર્યા સંભારણા - માધવ રામાનુજ

કવિ - માધવ રામાનુજ
સ્વર - વિરાજ-બિજલ
સંગીત - અમર ભટ્ટ



પછી પગલામાં ચીતર્યા સંભારણા,
પહેલું અબોલાના ઓરડાનું અજવાળું,
વળતા ચીતર્યા રે બંધ બારણા.

ભીયું ચીતરીને એમા પૂર્યા ઉજાગરાના
સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડામાં છલકાવ્યો,
ધગધગતો તરસ્યો ઉમંગ,
તોરણમાં લીલછોયા ટહુકાનો સૂર,
અને હાલરડે આલેખ્યા પારણાં.

ફળીયામાં આંબાનો ચીતર્યો પડછાયો,
ચીતર્યું કુણેરૂં એક બાગ,
ચીતરતાં ચીતરતાં ચિતર્યા ઝળઝળીયા
ત્યાં નજરુંનો ખરી ગયો ભાવ,
કાળજામાં કોળાતી જાય હજી કૂંપળ,
ને ઉંબરમાં અમીયેલ ઓવારણા.

No comments:

Post a Comment