Tuesday, 26 February 2013

અમદાવાદના રસ્તા પર એવું થાય - શ્યામલ મુન્શી

amdavad
આજે અમદાવાદની વર્ષગાંઠ છે. અસલ અમદાવાદી મિજાજનું આ ગીત. અમદાવાદીઓની ડ્રાઇવીંગ સેન્સ વિશ્વમાં સહુથી ખરાબ છે. (અને અમદાવાદીઓને તેનો ગર્વ પણ છે. :D) આવી 'અદભૂત' ડ્રાઇવીંગકલાના વખાણ કરતું અસ્સ્લ અમદાવાદી ગીત માણો.

કવિ - શ્યામલ મુન્શી
સ્વર, સંગીત - શ્યામલ-સૌમિલ





અમદાવાદના રસ્તા પર એવું થાય,
ગમ્મે ત્યારે ગમ્મે ત્યાંથી આવે ગાય,
સ્કૂટર પાછળ જ્યારે શ્વાન પડી જાય,
છેક ઘરના ઝાંપા સુધી છોડી જાય….

ગમ્મે ત્યારે ઓટારિક્ષા કરે જમ્પ,
પછી ખ્યાલ આવે એ તો હતો બમ્પ,
રિક્ષા ઊછળે ને ટાલકું ટિચાય,
પછી બીજો બમ્પ માથા પર દેખાય….

પોલીસ જ્યારે એમ વિચારે કોઈને પકડો,
તમે ઝડપાઓ ને ભાગી જાય છકડો,
સ્કૂટર ઉપર બેથી વધુ ન બેસાય,
અને છકડામાં ઢગલો સમાય….

મર્સિડિસવાળો ટ્રાફિકમાં ફસાતો,
ત્યારે સાઇકલવાળો આગળ નીકળી જાતો,
ફાટક બંધ થાય કાર અટકી જાય,
પેલો સાઇકલ સાથે ફાટક કૂદી જાય….

વરઘોડામાં લોકો નાચે વાજાં વાગે,
આખો રસ્તો વરના બાપુજીનો લાગે,
ત્યારે પરોપકારી જીવો પેદા થાય,
વરના સંબંધીઓ પોલીસ બની જાય…

(શબ્દો - અમે અમદાવાદી)

No comments:

Post a Comment