Sunday, 24 February 2013

તમારી એ આંખોની હરકત - યામિની વ્યાસ

કવિ - યામિની વ્યાસ
સ્વર, સંગીત - શૌનક પંડ્યા




તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?

વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

(શબ્દો - સાહિત્ય સીટી)

No comments:

Post a Comment