Sunday, 24 March 2013

એક મયખાનું ચાલે છે આલમ અહીં - 'શૂન્ય' પાલનપુરી

કવિ - 'શૂન્ય' પાલનપુરી
સ્વર - મનહર ઉધાસ




"જો સુરા પીવી જ હોતો શાનની સાથે પીઓ ,
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીઓ ,
ખૂબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ છાની પીઓ પણ ભાનની સાથે પીઓ।"

એક મયખાનું ચાલે છે આલમ મહીં ,
ચંદ્ર પણ જામ છે ,સૂર્ય પણ જામ છે,
દૃષ્ટિવાળા ફકત પી શકે છે અહીં ,
ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે।

એક મયખાનું ચાલે છે આલમ મહીં
પાપ ને પુણ્ય જેવું કશુંય નથી, માત્ર નીતિ ના મૂલ્યાંકનો છે જુદા
ખૂબ સમજી લે મન, તારા કર્મો થકી તુંજ ખુદ સ્વર્ગ કે નર્ક નું ધામ છે।

એક મયખાનું ચાલે છે આલમ મહીં ,

જળની ધારા ગમે તેવા પાષણ ને એક ધારી પડે તોજ ભેદી શકે,
ભાગ્ય પલટાય ના માત્ર ઈચ્છા વડે, યત્ન કર ખંત થી એજ પયગામ છે।

એક મયખાનું ચાલે છે આલમ મહીં ,

થઈ ગયા સાચ ને જૂઠ ના પારખા, મિત્ર પડખે નથી શત્રુ સામે નથી,
ઓ મુસીબત અમારી સલામો તને, આજ તારા પ્રતાપે જ આરામ છે।

એક મયખાનું ચાલે છે આલમ મહીં ,

'શૂન્ય' તો એક જોગી સમો જીવ છે, એને લૌકિક પ્રોલોભન તો ક્યાંથી નડે,
પ્રેમ નિષ્પક્ષ છે રૂપ નિર્લેપ છે, કર્મ નિસ્વાર્થ છે ભક્તિ નિષ્કામ છે।


એક મયખાનું ચાલે છે આલમ મહીં ,
ચંદ્ર પણ જામ છે ,સૂર્ય પણ જામ છે,
દૃષ્ટિવાળા ફકત પી શકે છે અહીં ,
ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે।

(શબ્દો - ન્યુ)

No comments:

Post a Comment