Saturday, 20 April 2013

રામ રણંકાર વાગે - 'અલ્પા'

રામનવમીના પવિત્ર દિવસે એક મસ્ત ભજન.

કવિ - 'અલ્પા'
સ્વર - વિભા દેસાઇ
સંગીત - રાસબિહારી દેસાઇ




રામ રણંકાર વાગે માર સદગુરૂને પરતાપ.

આશા છોડી તૃષ્ણા છોડી, છોડ્યો કપટ વહેવાર,
કામ-ક્રોધને ગરદન માર્યા, સદગુરૂને પરતાપ.

ગામ છોડ્યું ને ધામ છોડ્યું, છોડ્યો જગત વહેવાર,
ભગવા લુગડે ભગવંત ભજિયા, રામનામ એક તાર.

નાભિકમળથી રામ સમરતાં રુવાં પોકારે 'રામ',
તરવેણીમાં તાર સાંધ્યો, ઝળહળ જ્યોત જળાય.

ગુરુ પ્રતાપે જ્યોતિ નિહાળી, ભાર ભ્રમણા ભાંગી,
રામનામનું સ્મરણ કરતાં અખંડ સમાધિ લાગી.

ભક્તિસાગર ભરપૂર ભરિયો સદગુરુ શબ્દનું નાવ,
રામજી મહારાજે સાગર તરિય, 'અલ્પા' ગાવે આજ.

No comments:

Post a Comment