દાદાને આંગણ આંબલો - લગ્નગીત
લગ્નસરામાં એક સરસ કન્યાવિદાયગીત માણીયે.
લગ્નગીત
દાદા ને આંગણ આંબલો,આંબલો ગોળ ગંભીર,
એક રે પાન મેંતો ચૂંટીયું,દાદા ગાળ ન દેજો.,
અમે તે લીલુડાં વનની ચરકલી,
ઊડી જાવું પરદેશ જો….
આજ રે દાદાજીના દેશમાં, કાલ જાશું પરદેશ જો,
દાદા ને વ્હાલા દીકરા, અમને દીધાં પરદેશ જો,
સંપત હોય તો દેજો દાદા મોરા, હાથ જોડિ ઉભા રહેજો,
હાથ જોડી ઉભા રહેજો દાદા મોરા, જીભલડીએ જશ દેજો.
મૈયરના ખોળા બેનીએ વિસારી દીધાં,
સાસરની વાટ્યું વ્હાલી કીધી જો…

0 પ્રત્યાઘાતો:
Post a comment