Saturday, 4 May 2013

દુનિયાથી બગાવત કરવી છે - કૈલાસ પંડિત

કવિ - કૈલાસ પંડિત
સ્વર - આસિત દેસાઇ




દુનિયાથી બગાવત કરવી છે, સબ લોકોથી ઝઘડા લેવા છે;
એક જામની ઇજ્જત સાચવવા કઇ જામને ફોડી દેવા છે.

હું મારી મહોબતની મિલકત પામ્યો છું વફાના બદલામાં;
મોકા દે નયનના મોતીને ગીતોમાં પરોવી લેવા છે.

તોબા નો નથી ઇનકાર મને, ધારું તો બધું હું છોડી દઉં;
મોંઘા છે અનુભવ કિન્તુ, એ લેવાય તો લેવા જેવા છે.

જીવન નીતમન્ના શું રાખુ, 'કૈલાસ' હ​વે આ દુનિયા માં;
દરિયો ને સરોવર પણ અહીંના, દુ:ખડરને ભુલાવે એવા છે

No comments:

Post a Comment