Tuesday, 28 May 2013

હે નાદબ્રહ્મ જાગો - અવિનાશ વ્યાસ

કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - પ્રહર વોરા
સંગીત - ગૌરાંગ વ્યાસ




હે નાદબ્રહ્મ જાગો....

આજ વિશ્વ વાદ અને વિવાદથી અશાંત છે,
ને સૂનું જગત દેશ-દેશ પ્રાંત-પ્રાંત છે.
વ્યોમ-વ્યોમને બતાડું મધુર બીન વાગો.

ફરી કૃષ્ણ તણી બંસરી લઇને આવો,
ફરી એક તાર એક પ્રાણ સફળમાં જગાવો,
હે આદ્ય ષડ્જ દેવ, વિશ્વનો વિવાદ ભાંગો.

ગર્જાવો શંખનાદ, ગર્જાવો શંખનાદ
શમી જાય આ વિખવાદ
ગર્જાવો શંખનાદ.

એવો રાગ ગાય જગત પ્રગટે અનુરાગો,
હે નાદબ્રહ્મ જાગો...

No comments:

Post a Comment