Friday, 24 May 2013

મન કરી લે વિચાર - કવિ ગંગારામ


કવિ - ગંગારામ
સ્વર - અભરામ ભગત




મન કરી લે ને વિચાર, જીવન થોળા ..
તારા હરિ કથાને માંય, કાન છે બહોળા
તું જાશ જમપુરી માંય જળશે જોળા ..
તેથી રામ નામ સંભાર,  જીવન થોળા


મોર મુકુટ, ધર્યો શિર ઉપર દરપન કર મોજાર ..
વેઢ, વિટીયું, હાર ગળામાં ખૂબ ધર્યો શણગાર ..
પગમાં તોળા

હાથી ઉપર કનક અંબાળી ખમ્મા કહે છડીદાર ..
રથની આના ઊંટ પાલખી કે’તા ના આવે પાર ..
ચડવા ઘોડા ..

કામ ન મૂકે લોભ ન ચૂકે, ઘર ધંધા ની માંય ..
મૂરખ મન તું કાંઇની સમજે  તીરથ ગમન ની માંય
પગ છે થોડા ..

કલ્પે બૂરો, રંગે ભૂરો, કેતા ના આવે પાર
ગંગાદાસ કો જ્ઞાન બતાયો રામદાસ મહારાજ ..
કરાવી સેવા.

(શબ્દો - દાદીમાની પોટલી)

No comments:

Post a Comment