મારે માથે મટુકડીનો ભાર - અવિનાશ વ્યાસ
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - વિભા દેસાઇ
સંગીત - રાસબિહારી દેસાઇ
મારે માથે મટુકડીનો ભાર,
છેલ કરો ના છમકલું.
હું તો કેડી માથે એકલડી નાર
છેલ કરો ના છમકલું....
.
ગામલોક જોવે જુએ પરબડીનું ચકલું,
જુએ મુને ડુંગરો ને જુએ રે તણખલું,
પાણી ભરવા જાતાં બોલો
કેમ ભરું હું ડગલું.
હું તો હારી મારા હૈયાના હાર,
છેલ કરો ના છમકલું...
જોને મારી ફરી ફરી લોક કરે મશકરી,
શરમના શેરડાથી હું તો જાવું મરીમરી,
પાછો મારે તું આંખલડીઓનો માર,
છેલ કરો ના છમકલું...
સ્વર - વિભા દેસાઇ
સંગીત - રાસબિહારી દેસાઇ
મારે માથે મટુકડીનો ભાર,
છેલ કરો ના છમકલું.
હું તો કેડી માથે એકલડી નાર
છેલ કરો ના છમકલું....
.
ગામલોક જોવે જુએ પરબડીનું ચકલું,
જુએ મુને ડુંગરો ને જુએ રે તણખલું,
પાણી ભરવા જાતાં બોલો
કેમ ભરું હું ડગલું.
હું તો હારી મારા હૈયાના હાર,
છેલ કરો ના છમકલું...
જોને મારી ફરી ફરી લોક કરે મશકરી,
શરમના શેરડાથી હું તો જાવું મરીમરી,
પાછો મારે તું આંખલડીઓનો માર,
છેલ કરો ના છમકલું...
0 પ્રત્યાઘાતો:
Post a Comment