Sunday, 26 May 2013

વ્હાલી આ સાંજ ચાલી - વેણીભાઇ પુરોહિત

સાંજનું બહુ જ સુંદર દ્રશ્ય આ કવિતામાં રજૂ કર્યું છે. ઉનાળાના બળબળતાં તાપ પછી આવી સાંજની ઇચ્છા કોને ન હોય?

ફિલ્મ - ઘરસંસાર
કવિ - વેણીભાઇ પુરોહિત
સ્વર - ઉષા મંગેશકર, મનહર ઉધાસ
સંગીત - સલીલ ચૌધરી




લાલી રે લાલી લાલી,
કેવી સાંજ આ રૂમઝૂમ ચાલી,
કેવા શમણાંઆભમાં રંગીન રંગીન
ડુંગરા દૂરદૂર ઝરણાં સૂરસૂર
વ્હાલી આ સાંજ ચાલી....

ડોલે રે ડોલે આજ મારૂં મન,
ઝૂલે રે ઝૂલે રૂપને જોબન,
આવ રે પિયું ત્યાં આવ,
કેવી રંગીન રસના
મહોબત આપણી છે મતવાલી.

આંખલડીમાં રસિક આશા,
ધીમી રે ધીમી ભાવની ભાષા,
થાય થાય રે થાય અણસારા,
હેજી આપણે વણઝારા,
હે પ્રિય સખી છલકે છલકે પ્યાલી.

No comments:

Post a Comment