ડાયરીમાં સાચવેલા ફૂલ સૂકાં - ગીત
સ્વર - સંજય ઓઝા
ડાયરીમાં સાચવેલા ફૂલ સૂકાં જોઇને,
યાદ આવે કોઇ, ને આંસુ વહ્યા વરસાદમાં.
તારા સુધી કદી હું પહોંચી શક્યો ન પહેલા,
નીકળ્યો'તો ઘેરથી હું ઘણીય વાર વહેલા.
ફૂલો લઇને સાંજે પાછો વળી ગયો'તો
પહોંચી ગયું'તુ કોઇ મારા પહોંચવાની પહેલા.
સઘળા સવાલ કેરાં જાણું ભલે જવાબો,
આપી નથી શકાતા ભલે લાગે સાવ સહેલા.
મારી ગઝલથી ઝાઝો તારા પ્રેમનો છે મહીમા,
આશા એવી હતી ક્યાં તને ચાહવાની પહેલા?
ડાયરીમાં સાચવેલા ફૂલ સૂકાં જોઇને,
યાદ આવે કોઇ, ને આંસુ વહ્યા વરસાદમાં.
તારા સુધી કદી હું પહોંચી શક્યો ન પહેલા,
નીકળ્યો'તો ઘેરથી હું ઘણીય વાર વહેલા.
ફૂલો લઇને સાંજે પાછો વળી ગયો'તો
પહોંચી ગયું'તુ કોઇ મારા પહોંચવાની પહેલા.
સઘળા સવાલ કેરાં જાણું ભલે જવાબો,
આપી નથી શકાતા ભલે લાગે સાવ સહેલા.
મારી ગઝલથી ઝાઝો તારા પ્રેમનો છે મહીમા,
આશા એવી હતી ક્યાં તને ચાહવાની પહેલા?
0 પ્રત્યાઘાતો:
Post a Comment