ઘટાઓ સામટી આકાશ પર - મનહર દિલદાર
સ્વર - પારૂલ વ્યાસ
ઘટાઓ સામટી આકાશ પર જો છાઇ જાય છે,
પ્રતાપી સૂર્ય પણ પળભર ઘણો અકળાઇ જાય છે.
સમય પલટાય છે, ત્યારે બધુ પલટાઇ જાયે છે,
વગર સમજે સમજવાનું બધું સમજાઇ જાયે છે.
પ્રમાદી બાગમાં જોતો નથી, આ બાગની હાલત,
વિકસવા જેવી કળીઓ આ બધિ કરમાઇ જાયે છે.
પછી શેનું યતીન દિલદાર હું અભિમાન શું રાખું,
ધરાથી કાળ એકેએકને જ્યાં ખાઇ જાયે છે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment