Thursday, 13 June 2013

હે જી એવા કોરાં રે અષાઢ - શિવરાજ આકાશ

કવિ - શિવરાજ આકાશ
સ્વર - અનુપા પોટા
સંગીત - નયનેશ જાની





હે જી એવાં કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હોજી
હે જી એવાં મેહુલિયા વરસેને હૈયાં કોરાં હોજી

અમને હાંભરે મેળા ને હાંભરે ફરતા ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર હે જી
તમે દૂર રે દેશાવર નથી કાંઈ ઓરાં હો જી.

ચિતડાંના ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કૂણાં રે કાળજડાં કકડે આંખ્યું રાતી રાતી
હે જી એવાં યાદ્યું લઈને આવે તારલાના ટોળાં હો જી.

થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે
હે જી મારો નાવલિયો વરસે જેમ ઘનઘોરાં હોજી.

(શબ્દો - દશાની દિશા)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP