Sunday, 9 June 2013

હે સર્જનહારા - કેશવ રાઠોડ

કવિ - કેશવ રાઠોડ
સ્વર - મુકેશ
સંગીત - ગૌરાંગ વ્યાસ







હે સર્જનહારા…
શાને સર્જી તેં, મેળાપ પછી જુદાઇ?
મેળાપ પછી જુદાઇ….

મીઠી લાગે છે મનવાને,મિલન કેરી ઘડી ઘડી..
પણ વિયોગની ક્ષણ લાગે છે,એક એક યુગ જેવડી,

ઘડનારો તું એક જ ને કેમ નોખી નોખી ઘડાઇ.. ?
મેળાપ પછી જુદાઇ….

હે સર્જનહારા…

હૈયા કેરા ઘાવ હજી તો નથી જરાયે રૂઝાયા..
વસંત પછી આ પાનખરના કેમ વાયરા વાયા?

રીત્યું તારી હે રખવાળા અમને ના સમઝાઇ..
મેળાપ પછી જુદાઇ….

હે સર્જનહારા…
શાને સર્જી તેં, મેળાપ પછી જુદાઇ?
મેળાપ પછી જુદાઇ….

(શબ્દો - ઓર્કુટ)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP