સગપણ કીધું મેં શ્યામશું - સ્વામી મુક્તાનંદ
કવિ - સ્વામી મુક્તાનંદ
સ્વર - સમીર બારોટ
સંગીત - શૈલેશ જાની
હેજી વ્હલા સગપણ કીધું મેં શ્યામશું, મનમાં સમજી વિચારી,
આશ તજી સંસારની, ધાર્યા ઉરમાં મોરારી.
હેજી વ્હલા નિમષ ન મેલું નાથને, નેણું થકી ન્યારા;
પરમ સનેહી મારા શામળા રે, મને પ્રાણથી પ્યારા.
હેજી વ્હલા ભવ બ્રહ્માદિક મહામુનિ, તેને દુર્લભ વા'લો;
તે રસિયો મુજને મળ્યા, નટવર નંદલાલો.
હેજી વ્હલા થઈ છું અધિક અલબેલડી, લજ્જા લોકની મેલી;
મુક્તાનંદના નાથ શું, બાંધી દ્રઢ કરી બેલી.
(શબ્દો - કીર્તન મુક્તાવલી)

0 પ્રત્યાઘાતો:
Post a Comment