તું કેવો છે કીરતાર - ભજન
ઇશ્વર કેમ સારા માણસની પરીક્ષા વધુ કેમ કરે છે? તમને જેની પાસેથી અપેક્ષા હોય, તેની જ તાવણી કરવામાં રસ લો. સોનાને જ તપાવાય, પથરાને નહીં. આ વાત મને આજે સમજાય છે.
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - મન્ના ડે
તું કેવો છે કીરતાર,તું કેવો છે કીરતાર.
ટેકને ખાતર ત્યાગ કરે એની કસોટીઓનો નથી પાર.
બોલ્યું વચન જે ના ઉઠાપે, પ્રભુ તેને તું ક્યાં સંતાપે?
ત્યાગી ધનદોલત ને માયા, સત્યની કઠીન છે એની વાટે.
કોઇ જડ્યું નહીં તુજને જગમાં, જડ્યો સત્યપંથ જનાર.
દુઃખ હશે ને લોકો રડતાં, પથ પર ચરણ ઉધાડા પડતા,
જેની શિરે દુઃખના વાદળ, તેની આંખે આંસુ ના દડતા,
જેનો લોક કરે જયકાર,એની માથે દુઃખ અપાર.
ધણીધણિયાણી કોશને તાણી, રેલાવે ખેતરમાં પાણી,
દુઃખ સહે, ભાર લહે, તોય ના આંસુ આણી...
માનવનો અવતાર ધરીને જે કરે બળદનું કામ,
ચક્કી પીસે, પાણી સીંચે, આ પાપી જગને ધામ.
સતનો અગ્નિ સળગે એમાં સતની કસોટી થાય,
સત ગાજે સતની એરણ પર સતનો ધણ ઝીંલાય,
અધવચ લઇને મુક્ત કરીશું આવો અત્યાચાર.
લઇ કુહાડી ફાડે લાકડાં, લેશે પગમાં આણી,
રાજા જેવો રાજા, ચાંડાલને ઘેર ભરતો પાણી,
ખાંપણ ઢૂંઢવા લઇ પુત્રનું મડદું માબાપ જાય અનાથ
દુશમનની આવી કસોટી કરશો નહીં ભગવાન
0 પ્રત્યાઘાતો:
Post a Comment