અહો પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ- ઉમાશંકર જોશી
પ્રકૃતિના કણકણમાં પ્રેમ છે. આ વાતને કવિએ કેટલા સુંદર અને અસરકારક શબ્દોમાં રજૂ કરી છે. ગીત માણ્યા પછી પ્રકૃતિના ખોળે ખોવાઇ ગયા ન રહીયે.
કવિ - ઉમાશંકર જોશી
સ્વર - ગાર્ગી વોરા
સંગીત -અમર ભટ્ટ
અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!
તૄણ તણે અંકૂરે પ્રેમભાષા સ્ફુરે,
કોમળા અક્ષરોમાં લખેલીઃ
વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે,
વાદળીપિચ્છમાં આળખેલી.
પંખીની હારમાં, સરિતાની ચાલમાં,
સુંધુના ઉછળતા જળતરંગે,
એ જ ગાથા લખી ભવ્ય ગિરિશ્રેણીમાં,
તારાંકિત નિશાને ઉછંગે
ઊલટતાં નાશમાં, પલટતી આશમાં,
અગનઝાળે ગૂંથી ચીપીચીપી.
ભૂત ને ભાવીના ભવ્ય ભાવાર્થમાં,
ભભકતી અજબઘેરાં અમી પી.
કવિ - ઉમાશંકર જોશી
સ્વર - ગાર્ગી વોરા
સંગીત -અમર ભટ્ટ
અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!
તૄણ તણે અંકૂરે પ્રેમભાષા સ્ફુરે,
કોમળા અક્ષરોમાં લખેલીઃ
વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે,
વાદળીપિચ્છમાં આળખેલી.
પંખીની હારમાં, સરિતાની ચાલમાં,
સુંધુના ઉછળતા જળતરંગે,
એ જ ગાથા લખી ભવ્ય ગિરિશ્રેણીમાં,
તારાંકિત નિશાને ઉછંગે
ઊલટતાં નાશમાં, પલટતી આશમાં,
અગનઝાળે ગૂંથી ચીપીચીપી.
ભૂત ને ભાવીના ભવ્ય ભાવાર્થમાં,
ભભકતી અજબઘેરાં અમી પી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment