આપણી સદીમાં પ્રેમનો બધે - રમેશ ચૌહાણ
કવિ - રમેશ ચૌહાણ
સ્વર - ડૉ. પાર્થ ઓઝા
સંગીત - સંજય ઓઝા
આપણી સદીમાં પ્રેમનો બધે દુકાળ મળે,
લીલાછમ દરિયા દિલના માનવી બસ બેચાર મળે...
શીખવી ગયા કાનજી કેવી ભાષા કરમની,
જીતતા રહે પાપીઓ, ધર્મીને હાડોહાડ મળે.
ખાઇને ભોગ ચૂપ બેઠા, ખાલી માણસ નહીં,
મીઠી નીંદરમાં સૂતા ખુદ ખુદા પણ લાચાર મળે.
જીવન વીતે છે દર્દમાં એક દી' પણ જંપ નહીં,
મળે ના ફૂલડાં મોત પર, શૈયા પર અંગાર મળે.

0 પ્રત્યાઘાતો:
Post a Comment