અવળે મારગ - પ્રજારામ રાવળ
કવિ - પ્રજારામ રાવળ
અવળે મારગ હાલો રે, હાલો!
અવળે મારગ બેલી,
આ સુખને વેગળા ઠેલી,
હો બેલી,
અવળે મારગ હાલો.
સવળી ગંગે ખૂબ સર્યા કાંઇ,
ઢળિયા ધરતી ઢાળે;
અબ નવાં પરિયાણ હો વીરાં,
હાલો રે એ મૂળ હેમાળે;
આ મનને મોકળાં મેલી
હો બેલી,
અવળે મારગ હાલો.
અવળે મારગ હાલો રે, હાલો!
અવળે મારગ બેલી,
આ સુખને વેગળા ઠેલી,
હો બેલી,
અવળે મારગ હાલો.
સવળી ગંગે ખૂબ સર્યા કાંઇ,
ઢળિયા ધરતી ઢાળે;
અબ નવાં પરિયાણ હો વીરાં,
હાલો રે એ મૂળ હેમાળે;
આ મનને મોકળાં મેલી
હો બેલી,
અવળે મારગ હાલો.
જો રે, તિમિંગલ જાય આ ઘેઘૂર,
અવળાં પૂર વચાળે;
વ્હેણનું અદકું જોર વધે તેમ,
અદકું મનમાં મ્હાલે!
આ હેતની વરસે હેલી!
હો બેલી,
અવળે મારગ હાલો.
અવળે મારગ હાલો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment