Tuesday, 30 July 2013

એક સથવારો સગપણનો - વેણીભાઇ પુરોહીત

ક્ષેમુદાદાની પુણ્યતિથી નિમિત્તે માણિયે આ સુંદર ગીત.

કવિ - વેણીભાઇ પુરોહિત
સ્વર - આસિત દેસાઇ, હેમા દેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા




એક સથવારો સગપણનો
મારગ મજિયારો બે જણનો

આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં
વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં

એક અણસારો ઓળખનો
એક ચમકારો એક ક્ષણનો
એક સથવારો સગપણનો

ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું
મેઘધનુષની જાદુઈ રંગત, શું ઝીલું શું ઝાલું?

એક ધબકારો રુદિયાનો
એક પલકારો પાંપણનો
એક સથવારો સગપણનો

સપનાની સંગતથી કેવું આખું ગગન ગુલાબી
ગુલાલની ગલીઓમાં ચાલો શું જમણી શું ડાબી?

એક ફણગો છે ફાગણનો
એક તણખો છે શ્રાવણનો

એક સથવારો સગપણનો

(શબ્દો - દિવ્ય ભાસ્કર)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP