Sunday, 28 July 2013

સખીરી હરિ વરસે તો પલળું - સંદીપ ભાટીયા

એક સરસ વર્ષાભજન. હરિના પ્રેમદીવાનાને તો મન હરિવરની પ્રેમવર્ષામાં ભીંજાવા સિવાય બીજુ કોઇ સુખ નથી.

કવિ - સંદીપ ભાટીયા
સ્વર - ઝરણા વ્યાસ





સખીરી હરિ વરસે તો પલળું,
લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું.

હરિ મારો ઉનાળો ને હરિ વાય તો ટાઢ,
હરિથી આંખ્યું ભરી ભરી ને હરિ વહે તે બાઢ,
તુલસીદળ કે અશ્રુબિંદુ હરિ નમાવે પલડું,
સખીરી હરિ વરસે તો પલળું….

હરિ ધધખતા સ્મરણ કલમ ને હરિ શાહી ને કાગળ,
હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા હવે લખું શું આગળ,
હરિ કનડતા ના વરસી હું કોરી રહીને કનડું,
સખીરી હરિ વરસે તો પલળું….

(શબ્દો - ગુજરાતી કાવ્યધારા)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP