જીવન મારું એક સાગર - ભજન
સ્વર - જાસ્મીન કાપડીયા
સંગીત - અનુપ જલોટા
જીવન મારું એક સાગર, એમાં તરતી હોડી,
નૈયા મારી મેં તો ઇશ્વર, તારે ભરોસે છોડી.
નીરવ શાંતિ કદીક ભાસે, કદીક હો તોફાની,
જીવનસાગરની સ્થિતિ નહી, એકધારી હોવાની.
શાંત પડી જાશે તોફાને ધીરજ ધરીયે થોડી.
અંધારી રાતોમાં જ્યારે દિશાઓ ખોવાતી,
હોડીની પતવારો તારા હાથોમાં સોંપાતી,
સુકાની તું એવો જેની ક્યાંય ન મળતી જોડી
હાલકડોલક થાય હવે તે, આવે આ મઝધારે,
પાર ઉતરશે જાણું છું હું, એ તારા આધારે,
ઉછળતા મોજાને ભીંતો ઉચકાશે તોડી
સંગીત - અનુપ જલોટા
જીવન મારું એક સાગર, એમાં તરતી હોડી,
નૈયા મારી મેં તો ઇશ્વર, તારે ભરોસે છોડી.
નીરવ શાંતિ કદીક ભાસે, કદીક હો તોફાની,
જીવનસાગરની સ્થિતિ નહી, એકધારી હોવાની.
શાંત પડી જાશે તોફાને ધીરજ ધરીયે થોડી.
અંધારી રાતોમાં જ્યારે દિશાઓ ખોવાતી,
હોડીની પતવારો તારા હાથોમાં સોંપાતી,
સુકાની તું એવો જેની ક્યાંય ન મળતી જોડી
હાલકડોલક થાય હવે તે, આવે આ મઝધારે,
પાર ઉતરશે જાણું છું હું, એ તારા આધારે,
ઉછળતા મોજાને ભીંતો ઉચકાશે તોડી
0 પ્રત્યાઘાતો:
Post a Comment