મિલનનાં દીપક સૌ બુઝાઈ - બેફામ
રફીસાહેબને શ્રદ્ધાંજલી સાથે સાંભળીયે આ ગીત.
ફિલ્મ - સ્નેહ બંધન
કવિ - બરકત વીરાણી "બેફામ"
સ્વર - મહમંદ રફી
સંગીત - દિલીપ ધોળકીયા
મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે,
વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે;
અભાગી નયન વાટ કોની જુએ છે,
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે.
ઘણાએ દુ:ખો એ રીતે પણ મળ્યા છે,
કે જેને કદી જોઈ પણ ના શક્યો હું;
ઘણી એ વખત નીંદમાં સુઈ રહ્યો છું,
અને બંધ આંખે રૂદન થઈ ગયાં છે.
નથી મેળવાતી ખુશી સંપત્તીથી,
આ મોજાં રડીને કહે છે જગતને;
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે,
સમુદ્રોનાં ખારા જીવન થઈ ગયાં છે.
(શબ્દો - ગુજરાતી શાયરી ગઝલ)
ફિલ્મ - સ્નેહ બંધન
કવિ - બરકત વીરાણી "બેફામ"
સ્વર - મહમંદ રફી
સંગીત - દિલીપ ધોળકીયા
મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે,
વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે;
અભાગી નયન વાટ કોની જુએ છે,
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે.
ઘણાએ દુ:ખો એ રીતે પણ મળ્યા છે,
કે જેને કદી જોઈ પણ ના શક્યો હું;
ઘણી એ વખત નીંદમાં સુઈ રહ્યો છું,
અને બંધ આંખે રૂદન થઈ ગયાં છે.
નથી મેળવાતી ખુશી સંપત્તીથી,
આ મોજાં રડીને કહે છે જગતને;
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે,
સમુદ્રોનાં ખારા જીવન થઈ ગયાં છે.
(શબ્દો - ગુજરાતી શાયરી ગઝલ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment