તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે - અમર પાલનપુરી
આજથી અભિષેક ફરીથી નિયમિત પણે ગુંજવા લાગશે. તેના સર્વરમાં રહેલ સમસ્યા દૂર થઇ ગઇ છે. માણીએ આ સુંદર ગઝલ.
કવિ - અમર પાલનપુરી
સ્વર, સંગીત - ???
તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે
બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે
છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે
અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે
કવિ - અમર પાલનપુરી
સ્વર, સંગીત - ???
તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે
બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે
છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે
અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે
0 પ્રત્યાઘાતો:
Post a Comment