તારા જવાનું જ્યારે મને સાંભરે - જવાહર બક્ષી
એક અત્યંત સુંદર ગઝલ. કૌમુદિ મુન્શીના સ્વરે આ ગઝલને એક અનોખો જ નીખાર આપ્યો છે. મહેફિલની દુનિયામાં ખોવાઇ નાખે તેવી આ ગઝલ માણીયે.
કવિ - જવાહર બક્ષી
સ્વર - કૌમુદિ મુન્શી
સંગીત - નીનુ મજુમદાર
તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.
જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.
બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.
તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.
પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.
(શબ્દો - લયસ્તરો)
કવિ - જવાહર બક્ષી
સ્વર - કૌમુદિ મુન્શી
સંગીત - નીનુ મજુમદાર
તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.
જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.
બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.
તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.
પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.
(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment