તે છતાં મારી તરસ - હર્ષ બ્રહ્મભટ્ટ
કવિ - હર્ષ બ્રહ્મભટ્ટ
સ્વર, સંગીત - આલાપ દેસાઇ
તેમ છતાં મારી તરસ તો ક્યાં કદી છીપી હતી,
આમ ઉભાઉભ મેં આખી નદી પીધી હતી.
પાંદડાં ભેગાં કરી જેમ દરજીડો સીવે,
એમ મેં તૂટી ગયેલી કૈંક ક્ષણ સીવી હતી.
આભ આખું એકદમ તૂટી પડ્યું તો શું થયું?
વેદના વરસાદની માફક અમે ઝીલી હતી.
ટ્રેન ઉભી હોય શબવત રાહમાં સંકેતની,
જિંદગી આખીય મારી એ રીતે વીતી હતી.
ત્યારથી હું હર સમય મારા નશામાં હોવ છું,
શૂન્યતાની એક પ્યાલી એમણે દીધી હતી.
સ્વર, સંગીત - આલાપ દેસાઇ
તેમ છતાં મારી તરસ તો ક્યાં કદી છીપી હતી,
આમ ઉભાઉભ મેં આખી નદી પીધી હતી.
પાંદડાં ભેગાં કરી જેમ દરજીડો સીવે,
એમ મેં તૂટી ગયેલી કૈંક ક્ષણ સીવી હતી.
આભ આખું એકદમ તૂટી પડ્યું તો શું થયું?
વેદના વરસાદની માફક અમે ઝીલી હતી.
ટ્રેન ઉભી હોય શબવત રાહમાં સંકેતની,
જિંદગી આખીય મારી એ રીતે વીતી હતી.
ત્યારથી હું હર સમય મારા નશામાં હોવ છું,
શૂન્યતાની એક પ્યાલી એમણે દીધી હતી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment