બાની ચીમટી - સુંદરજી બેટાઇ
નાનપણમાં આપણે સહુએ તોફાન કર્યું હશે અને મમ્મીએ ચીમટી ભરી હશે. કેટલીક ચીમટી અને ચીમકીઓએ આપણું જીવન બદલી નાખ્યું હોઇ શકે. મોટા થયા પછી આવા સંભારણાની વાત માણીયે.
કવિ - સુંદરજી બેટાઇ
'હતો તું તોફાની,
અરે જિદ્દી માની,
કદિ કદિ મને ખૂબ પજવી,
અને મેં યે રીસે ઘણી ઘણી તને ચૂંટી ય ખણી,
સુંવાળા એ ગોરા તુજ વદનની રોશની હણી.
'અરે, તું શું જાણે?
હતો તું એ ટાણે
કની ઠમકતો બાલ ભૂલણો;
ઘડી પહેલાંનું સૌ તુજ રમતમાં વીસરી જતો,
ફરી મારો ખોળો ભરી હ્રદય મારું ભરી જતો.
***
"મીઠી માડી મારી,
ભરી દૂધે ઝારી
મુજ મુખ ધરીને ઊલટઠી
ન શું પાયાં મોંઘાં અમૃતઅધિકાં દૂધ દિલનાં?
ન શું છાનાં હેતે નયન-ઉર ઉદ્દીપિત કર્યા?
ન શું નીચોવીને મુજ જીવનમાં જીવન ભર્યા?
"તું તો મારી બા- એટલું બસ મને નિત્ય સ્મરવાઃ
નવ હું સ્મરતો લાત પ્રહરી,
અવ વિસરી જા, બા તું ચીમટી."
કવિ - સુંદરજી બેટાઇ
'હતો તું તોફાની,
અરે જિદ્દી માની,
કદિ કદિ મને ખૂબ પજવી,
અને મેં યે રીસે ઘણી ઘણી તને ચૂંટી ય ખણી,
સુંવાળા એ ગોરા તુજ વદનની રોશની હણી.
'અરે, તું શું જાણે?
હતો તું એ ટાણે
કની ઠમકતો બાલ ભૂલણો;
ઘડી પહેલાંનું સૌ તુજ રમતમાં વીસરી જતો,
ફરી મારો ખોળો ભરી હ્રદય મારું ભરી જતો.
***
"મીઠી માડી મારી,
ભરી દૂધે ઝારી
મુજ મુખ ધરીને ઊલટઠી
ન શું પાયાં મોંઘાં અમૃતઅધિકાં દૂધ દિલનાં?
ન શું છાનાં હેતે નયન-ઉર ઉદ્દીપિત કર્યા?
ન શું નીચોવીને મુજ જીવનમાં જીવન ભર્યા?
"તું તો મારી બા- એટલું બસ મને નિત્ય સ્મરવાઃ
નવ હું સ્મરતો લાત પ્રહરી,
અવ વિસરી જા, બા તું ચીમટી."
0 પ્રત્યાઘાતો:
Post a Comment