એમ નેણાં રુવે રાધાના- હસુ પરીખ
કવિ - હસુ પરીખ
સંગીત - રસિકલાલ ભોજક
સ્વર - હિમાંશુ મકવાણા
નેણાં રુવે રાધાના,
જેમ ઝરમર નીર વરસે ગગનના,
એમ નેણાં રુવે રાધાના.
એનું પાયલ પ્રીતિ શું પાગલ,
એનું ઉર હરણી શું ઘાયલ,
ગગને ચમકે ચાંદની તોયે,
શ્યામ મઢુલી મોહિની ચંદ્ર વિના,
એમ નેણાં રુવે રાધાના.
એ ભમતી રે વનરાવન,
એ ઝંખતી રે શ્યામ ચરણ.
ફૂલે ફાલ્યો રે ફાગણ તોયે,
કોરી બાંધણિ રંગરસિયા વિના,
એમ નેણાં રુવે રાધાના.
સંગીત - રસિકલાલ ભોજક
સ્વર - હિમાંશુ મકવાણા
નેણાં રુવે રાધાના,
જેમ ઝરમર નીર વરસે ગગનના,
એમ નેણાં રુવે રાધાના.
એનું પાયલ પ્રીતિ શું પાગલ,
એનું ઉર હરણી શું ઘાયલ,
ગગને ચમકે ચાંદની તોયે,
શ્યામ મઢુલી મોહિની ચંદ્ર વિના,
એમ નેણાં રુવે રાધાના.
એ ભમતી રે વનરાવન,
એ ઝંખતી રે શ્યામ ચરણ.
ફૂલે ફાલ્યો રે ફાગણ તોયે,
કોરી બાંધણિ રંગરસિયા વિના,
એમ નેણાં રુવે રાધાના.
0 પ્રત્યાઘાતો:
Post a Comment