હો યાદ આપને તો હશે વાત આપની - 'ઓજસ' પાલનપુરી
કવિ - 'ઓજસ' પાલનપુરી
સ્વર - મનહર ઉધાસ
કોઇ પગલાં કોઇ પગરવ ન હતાં દૂર સુધી,
તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી,
આપ નહીં આવે તે નક્કી જ હતું પણ મેં તો,
મારા હૈયાથી આ વાતને છાની રાખી.
હો યાદ આપને તો હશે વાત આપની,
ભૂલી ગયો છું હું તો મુલાકાત આપની.
ઓજસની વાત પરથી ઊડી વાત આપની,
નજરે ચડિ હશે કોઇ સૌગાત આપની.
કરતો રહે પ્રતિક્ષા કયામત સુધીના કોણ,
અમને નથિ કબુલ કબુલાત આપની.
સાબિત કરી દઇએ દિવસ રાતને અમે,
અમને મળે જો એક દિવસરાત આપની.
'ઓજસ'ની જાત આપની છે પૂર્વભૂમિકા,
છે એના અંતથી જ શરૂઆત આપની.
સ્વર - મનહર ઉધાસ
કોઇ પગલાં કોઇ પગરવ ન હતાં દૂર સુધી,
તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી,
આપ નહીં આવે તે નક્કી જ હતું પણ મેં તો,
મારા હૈયાથી આ વાતને છાની રાખી.
હો યાદ આપને તો હશે વાત આપની,
ભૂલી ગયો છું હું તો મુલાકાત આપની.
ઓજસની વાત પરથી ઊડી વાત આપની,
નજરે ચડિ હશે કોઇ સૌગાત આપની.
કરતો રહે પ્રતિક્ષા કયામત સુધીના કોણ,
અમને નથિ કબુલ કબુલાત આપની.
સાબિત કરી દઇએ દિવસ રાતને અમે,
અમને મળે જો એક દિવસરાત આપની.
'ઓજસ'ની જાત આપની છે પૂર્વભૂમિકા,
છે એના અંતથી જ શરૂઆત આપની.
0 પ્રત્યાઘાતો:
Post a Comment