Sunday, 15 September 2013

હું તો ગઇ'તી કુવાને કાંઠડે - ગીત


સંગીત - દિલીપ ધોળકીયા
સ્વર - ઉષા મંગેશકર



હું તો ગઇ'તી કુવાને કાંઠડે,
કે બેડું મારું છલકાણું...
જેવું મુખડું એનું મલકાયું,
હૈડું મારું નંદવાણું.

અંતરીયામાં ઊંડે ઊંડે લાગી મીઠી લાય,
કાળજડામાં હાય મુને ધબક ધબક થાય,
તોયે મનડું મારું લલચાણું...

આંખે આખ્યું એ કરી લીધી છાની છાની વાતડી,
ફરકી ગઇ મુઇ મારી ડાબી રે આંખડી,
છાનું સપનું પળમાં સરજાણું

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP