મારગે મળ્યા’તા શ્યામ – હરીન્દ્ર દવે
આજે કવિ હરિન્દ્ર દવેની ૮૩મી જન્મતિથી છે. માણીએ આ સુંદર કૃષ્ણગીત.
આજે ઇશ્વરનો સાક્ષાત્કાર થાય તો પણ કોઇના ગળે ઉતરે તેવી પરિસ્થિતિ છે. પણ કોઇ આ વાત માને કે ના માને, તેનાથી આપણને શું?
કવિ - હરિન્દ્ર દવે
સ્વર - હિમાલી વ્યાસ
સંગીત - રસિકલાલ ભોજક
મને મારગે મળ્યા'તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં મળ્યા'તા શ્યામ, કોણ માનશે?
એને માથાનું મોરપીચ્છ વ્હાલે ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
મારી સંગે હળ્યા'તા શ્યામ, કોણ માનશે?
એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંક વ્હાલ મલકી ગયું,
મારે હૈયે ઢ્ળ્યા'તા શ્યામ, કોણ માનશે?
આજે ઇશ્વરનો સાક્ષાત્કાર થાય તો પણ કોઇના ગળે ઉતરે તેવી પરિસ્થિતિ છે. પણ કોઇ આ વાત માને કે ના માને, તેનાથી આપણને શું?
કવિ - હરિન્દ્ર દવે
સ્વર - હિમાલી વ્યાસ
સંગીત - રસિકલાલ ભોજક
મને મારગે મળ્યા'તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં મળ્યા'તા શ્યામ, કોણ માનશે?
એને માથાનું મોરપીચ્છ વ્હાલે ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
મારી સંગે હળ્યા'તા શ્યામ, કોણ માનશે?
એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંક વ્હાલ મલકી ગયું,
મારે હૈયે ઢ્ળ્યા'તા શ્યામ, કોણ માનશે?
0 પ્રત્યાઘાતો:
Post a Comment