મોરલી અમથી નહીં મીઠી મીઠી લાગે - સુરેશ દલાલ
કવિ - સુરેશ દલાલ
સ્વર - ઉષા મંગેશકર
કે મોરલીના સૂરમાં જમનાનાં વ્હેણ છે.
મોરલી અમથી નહીં મીઠી મીઠી વાગે;
કે મોરલીના સૂરમાં માધવના ક્હેણ છે !
કે મોરલીમાં ઝૂલે કદમ્બની છાયા,
કે મોરલીમાં મહેકે મોહનની માયા.
મોરલી મારગ રોકીને દાણ માંગે;
કે મોરલીના સૂરમાં ગોરસનું ઘેન છે !
કે મોરલીના સૂરનો શ્યામ રંગ ફરકે,
કે મોરલીના સૂરમાં મોરપિચ્છ મરકે.
મોરલીમાં ભવભવની ઓળખાણ જાગે;
કે મોરલીના સૂરમાં ક્હાનાના નેણ છે !
(શબ્દો - મા ગુર્જરીને ચરણે)
0 પ્રત્યાઘાતો:
Post a Comment