નૈયા ઝુકાવી મેં તો - પ્રાર્થના
પ્રાર્થના
સ્વર - આસિત દેસાઇ, હેમા દેસાઇ
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇ નથી કોઇનું દુનિયામાં આજે
તનનો તંબૂરો જોજે બેસુરો થાય ના
પાપ ને પુણ્યના ભેદ રે ભૂલાતાં
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના.
શ્રધ્ધાના દિવડાને જલતો જ રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના.
(શબ્દો - સ્વર્ગારોહણ)
સ્વર - આસિત દેસાઇ, હેમા દેસાઇ
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇ નથી કોઇનું દુનિયામાં આજે
તનનો તંબૂરો જોજે બેસુરો થાય ના
પાપ ને પુણ્યના ભેદ રે ભૂલાતાં
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના.
શ્રધ્ધાના દિવડાને જલતો જ રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના.
(શબ્દો - સ્વર્ગારોહણ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment